અંતુલે આઈએસઆઈનાં એજન્ટ છે-એનડીએ

વાર્તા

શુક્રવાર, 19 ડિસેમ્બર 2008 (20:51 IST)
N.D

મુંબઈ આતંકી હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતાં શહીદ થયેલા ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારી શહીદ થવા પર સવાલ ઉઠાવનાર કેન્દ્રીય મંત્રી એ આર અંતુલેને મંત્રીમંડળમાં બરખાસ્ત કરવાની માંગ સાથે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

ભાજપનાં નેતા એસ એસ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે અંતુલેને પુછવું જોઈએ કે તે દાઉદ ઈબ્રાહિમના માણસ છે કે આઈએસઆઈનાં એજન્ટ છે. અંતુલે પણ એવા સવાલ ઉઠાવે છે, જે પાકિસ્તાન ઉઠાવી રહ્યું છે.

શિવસેનાનાં મનોહર જોષીએ જણાવ્યું હતું કે આ અંગે અંતુલેને રાજીનામું લઈને છોડી દેવાની જગ્યાએ તેમને મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરવા જોઈતા હતા.

શિવસેનાનાં ભરતકુમાર રાઉતે જણાવ્યું હતું કે અંતુલે પર સંસદનાં સદનમાં મહાભિયોગની કાર્યવાહી ચલાવવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો