Loksabha elections 2024- પરશોત્તમ રૂપાલાએ કેમ કહ્યું, ‘કૉંગ્રેસે કરેલા પાપની સજા આપવા મતદાન કરજો’?

બુધવાર, 20 માર્ચ 2024 (14:22 IST)
કેન્દ્રીય મંત્રી અને ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે.
 
રાજકોટના વીંછીયા તાલુકાના પીપરડી ગામે ચૂંટણીસભાને સંબોધતા રૂપાલાએ કહ્યું હતું કે કૉંગ્રેસની સરકારે દસ વર્ષ સુધી નર્મદા ડેમ પર ફ્લડગેટ્સ બેસાડવાની મંજૂરી આપી ન હતી જેના કારણે સૌરાષ્ટ્ર અને 
 
કચ્છ નર્મદાના પાણીથી વંચિત રહ્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસે આ મોટું પાપ કર્યું હતું અને તમારે તેની વિરુદ્ધમાં મતદાન કરીને સજા આપવાની છે.
 
રૂપાલાએ કહ્યું હતું કે આ બંધનુ ભૂમિપૂજન તો 1960માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું પરંતુ તેનું બાંધકામ નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા તે પછી જ પૂર્ણ થયું હતું.
 
રાજકોટ લોકસભામાં વર્ષ 1989થી સતત ભાજપના સાંસદ ચૂંટાયા છે પરંતુ વચ્ચે એકવાર 2009માં આ બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ હતી. ત્યારબાદ છેલ્લી બે ટર્મથી ભાજપના મોહન કુંડારિયા સાંસદ તરીકે ચૂંટાયા 
 
હતા.
 
આ ચૂંટણીમાં ભાજપે તેના રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા હતા છે જ્યારે કૉંગ્રેસે હજુ સુધી તેમના ઉમેદવાર જાહેર કર્યા નથી.
 
 
આજનો દિવસ સારો રહેશે પરિવારના કોઈ સભ્યને નોકરી મળી શકે છે. આજે તમે નવું વાહન ખરીદી શકો છો. શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. વાણી પર નિયંત્રણ રાખવું આજે ખૂબ 
 
જ જરૂરી છે. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે. શત્રુ પક્ષનો વિજય થશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર