અમેરિકા : ફ્લોરિડાના હાઈ સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીની અંધાધુંધ ફાયરિંગ, 17 બાળકોના મોત

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (11:06 IST)
અમેરિકા એકવાર ફરી ગોળીઓની ગડગડાહટથી કાંપી ઉઠ્યુ. અહી એક શાળામાં એક બંદૂકધારીએ અંધાધુંધ ફાયરિંગ કર્યુ. આ હુમલામાં 17 લોકોનો જીવ ગયો. ગોળીબાર દરમિયાન વિદ્યાર્થી ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેમને પોતાના મિત્રો અને પરિવારના લોકોને સંદેશ મોકલવા શરૂ કરી દીધા. 
 
પાર્કલેંડની ઘટના 
 
ગોળીબારની આ ઘટના મિયામીથી લગભગ 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેંડ માર્જરી સ્ટોનમૈન ડગલસ હાઈસ્કુલમાં બની. પોલીસ મુજબ ફાયરિંગ કરનારાનું નામ નિકોલસ ક્રૂઝ છે જે આ શાળાન્નો વિદ્યાર્થી રહી ચુક્યો છે. 

આરોપી સ્ટુડન્ટે ગુસ્સામા આવીને ફાયરિંગ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડાં દિવસો પહેલા જ તેની કુટેવ અને અયોગ્ય વર્તનના કારણે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આરોપી સ્ટુડન્ટ સ્કૂલની દરકે ચીજથી સંપૂર્ણ માહિતગાર હતો. પોલીસે આરોપી સ્ટુડન્ટની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
 
ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે જણાવ્યું કે, તેમણે ફાયરિંગને લઇ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના પર પીડિત પરિવારોને સાંત્વના આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર