photos - તાઈવાનમાં જોરદાર ભૂકંપ.. બે ના મોત 219 ઘાયલ

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (13:11 IST)
તાઈવાનના તટવર્તી શહેર હુઆલીનમાં આવેલ જોરદાર ભૂકંપમાં બે લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થઈ ગયા. સરકાર તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ભૂકંપમાં 219 લોકો ઘાયલ થયા છે. 
 
ભૂકંપ બાદ સોશ્યલ મીડિયા પર સતત ફોટો પોસ્ટ કરાઇ રહ્યા છે. સરકાર એ પણ હોટલને નુકસાન પહોંચ્યાની વાત સ્વીકારી છે. સેન્ટ્રલ વેધર બ્યુરોના રિપોર્ટ મુજબ તાઇવન એ આજે ભૂકંપના ઝાટકાને 19 વખત અનુભવ્યા હતા. સ્થાનિક સમયાનુસર મંગળવારે મોડી રાત્રે 11:50 મિનિટે ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઇવાનના શહેર હઆલીનથી 20 કિલોમીટર પૂર્વોત્તરમાં હતું.
તાઇવાનની નેશનલ ફાયર એજન્સીના મતે આ હોટલમાં અંદાજે 30 લોકો ફસાયા છે અને બચાવ કામગીરી ચાલુ છે. છેલ્લાં કેટલાંક દિવસમાં તાઇવનમાં કેટલાંય ભૂકંપના ઝાટકા આવી ગયા છે. ગયા રવિવારે પણ તાઇવાનમાં બે કલાકની અંદર 5 ઝાટકા આવ્યા હતા



વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર