Weather news- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં 11 સપ્ટેમ્બરના રોજ મુશળધાર વરસાદ થવાનો છે.