12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા, વરસાદી સિસ્ટમ રિટર્ન થશે.

સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (10:00 IST)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે.
 
10 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે.12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. 
 
અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. 
 
આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં 11 સપ્ટેમ્બરના રોજ મુશળધાર વરસાદ થવાનો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર