Surat News - સુરતમાં 12માંથી 5 બેઠકો પર ધારાસભ્યો રીપિટ થયાં, બાકીની સાત પર શું થશે?
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:18 IST)
ગુજરાત વિધાનસભા 2017ની પહેલા તબક્કાની ચૂંટણીમાં સુરતના 5 સહિત 70 ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે. સુરતની 12 બેઠક પરથી પાંચ બેઠક પર સીટીંગ MLAને રીપીટ કરવાનો નિર્ણય ભાજપે કર્યો છે. 7 બેઠકો પર હજી પણ એક કરતાં વધુ નામ તથા કેટલાક પ્રશ્નો હોવાથી આ નામ હજી જાહેર થયાં નથી. સુરતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયાં પણ બાકીની સાત બેઠકો પરના નામ જાહેર ન થતાં અનેક અટકળ શરૂ થઈ ગઈ છે.
સુરતના રાજકારણમાં ચાલતી અટકળ મુજબ પહેલા પાંચ નામ જાહેર થયાં તેમાં સીટીંગ MLA ને રીપીટ કર્યા છે બાકીની બેઠક જાહેર ન થતાં હવે તે સાત બેઠક પર હાલના ધારાસભ્યોની ટીકીટ કપાઈ તેવી અટકળ તેજ થઈ ગઈ છે. ઉધના બેઠક પર વયોવૃધ્ધ નરોત્તમ પટેલ, પુર્વના રણજીત ગીલીટવાલા, કતારગામ બેઠક પર મંત્રી નાનું વાનાણી, ઉત્તરમા નિષ્ક્રિયનો આરેપ છે તેવા અજય ચોકસી, ચોચાર્સી બેઠક પરના મહિલા ઘારાસભ્ય ઝંખના પટેલ, વિરોધ થયો છે તવા કામરેજના પ્રફુલ્લ પાનસેરીયા, કરંજના જનક બગદાણાવાળાની બેઠક પરના નામ પહેલી યાદીમાં નામ જાહેર ન થતાં તેમની ટીકી કપાઈ રહી છે કે નહીં તે અંગે અનેક અટકળ થઈ રહી છે.