અમદાવાદ:AMCએ સીલ કરેલ શાળાઓ ખોલવા સંચાલક મંડળની માગ.

મંગળવાર, 13 જુલાઈ 2021 (17:20 IST)
અમદાવાદ: ગત જુન મહિનામાં AMC દ્વારા શહેરમાં અનેક બી.યુ.પરમીશન વિનાના બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા હતા જેમાં શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી જે બાદ કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી પરંતુ કેટલીક શાળાઓ હજુ બંધ છે જેથી અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને શાળાઓ ખોલવા માંગણી કરવામાં આવી છે.
 
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે જેમાં AMC દ્વારા જે શાળાઓને સીલ મારેલ છે તે ખોલવા માંગણી કરી છે. ૨ જુલાઈથી અનેક શાળાઓને બી.યુ.પર્મીશાનને કારણે સીલ કરવામાં આવી છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.સીલ કરેલ શાળાઓ પોતાની રીતે બાળકોને અભ્યાસ કરાવે છે પરંતુ હવે ધોરણ ૧૨ના ઓફલાઈન સ્કુલ શરુ થશે પરંતુ શાળા બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય થઇ શકશે નહી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે માટે જેથી શાળાઓ ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર