રથયાત્રા વચ્ચે અમદાવાદમાં 25420 લોકોએ વેકસીન લીધી

મંગળવાર, 13 જુલાઈ 2021 (13:31 IST)
કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેકસીનેશન ફરી એકવાર પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. એક કેન્દ્ર પર 100થી 150 જેટલા લોકોને જ વેકસીન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેકસીનેશન કેન્દ્રો ઉપર વેકસીન આપવામાં આવે છે. આજે સોમવારે રથયાત્રાના દિવસે કેટલાક વિસ્તારોમાં સવારે કરફ્યુ હોવા છતાં 25420 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 14769 પુરુષ અને 10651 મહિલાઓએ વેકસીન લીધી હતી 18થી 44 વય જૂથના 12479 અને 45 વર્ષ ઉપરના 9159 લોકોને વેકસીન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 2335 લોકોને જ વેકસીન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 372 લોકોને વેકસીન આપવામાં આવી હતી. અત્યાર સુધી 19663 જેટલા સુપરસપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેકસીન અપાઈ ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર