પાકમાં નાપાક હરકત- એક સાથે 60 હિંદુઓને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવાયો વાયરલ થયો વીડિયો

સોમવાર, 12 જુલાઈ 2021 (15:04 IST)
પાકિસ્તાનમાં ધર્માંતરણનો મુદ્દો રોકાવવાનુ નામ નથી લઈ રહ્યો. તાજો મામલો  સિંધ ક્ષેત્રનો છે. અહીં આશરે 60 હિંદુઓને એક સાથે ઈસ્લામ કબૂલ કરાવ્યો. આ ધર્મ પરિવર્તનનો વીડિયો પણ સામે આવ્યો છે. સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી ક્ષેત્રમાં બળજબરીથી હિંદુઓનો ધર્મ બદલાવાઈ રહ્યો  છે. હિંદુઓને બેસાડીને મૌલવી કલમા (ઈસ્લામની શપથ) વાંચી રહ્યા છે. અને હિંદુઓનો ચેહરો ઉતરેલો છે. આ વીડિયો 7 જુલાઈ 2021નો બતા છે. પાકિસ્તાનના સિંધમાં મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ તેમના ફેસબુક પ્રોફાઈલ પર આ વીડિયો શેયર કર્યુ છે. વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે "અલ્હહ્દુલિલ્લાહ" આજે મારી નજર હેઠળ 60 લોકો મુસલમાન થયા છે. તેમના માટે દુઆ કરો. 
ધર્માતરણ  કરાવવામાં મિયાં મિટ્ટૂનો હાથ 
મોટા પાયા થયેલા આ ધર્મ પરિવર્તનના પાછળ સિંધના કુખ્યાત મૌલવી મિયાં મિટ્ટૂ અને અબ્દુલ રઉફ નિજામનીનો હાથ હોવાનુ કહેવાય રહ્યુ  છે. ઉલ્લેખનીય છે કે  મિયા મિટ્ટૂ પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવા માટે કુખ્યાત છે. આ પહેલા પણ મિયાં મિટ્ટૂ પાકિસ્તાનમાં ગરીબ હિંદુ છોકરીને ટારગેટ કરી ધર્માંતરણ કરાવી રહ્યા હતા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર