પાકિસ્તાનથી એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહી જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI-F)ના બલૂચિસ્તાનથી સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબી(62)એ 14 વર્ષની બાળકી સાથે લગ્ન કરી લીધા. આ મામલો થોડો જુનો છે. પહેલા પણ ચર્ચામાં આવ્યો હતો પણ ત્યારે તેની ચોખવટ થઈ શકી નહોતી. હવે એક NGOની અપીલ પર પોલીસ તેની તપાસ કરી રહી છે. બાળકીના પિતાએ પણ નિકાહની ચોખવટ કરી છે.
બાળકીનુ બર્થ સર્ટિફેકેટ આવ્યુ સામે
મૌલાન અયુબી બલુચિસ્તાને ચિત્રાલથી સાંસદ છે. તેમણે ક્યારેય આ બાબતે કોઈ રિએક્શન આપ્યુ નથી. તે મૌલાના ફજલ-ઉર -રહેમાનની પાર્ટીમાંથી સાંસદ છે. રહેમાન આ સમયે પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રંટ (PDM)ના નેતા છે. આ ફ્રંત ઈમરાન સરકાર વિરુદ્ધ દેશમાં આંદોલન ચલાવી રહ્યુ છે.
યુવતીના પિતાએ બદલ્યુ નિવેદન
પોલીસ સામે યુવતીના પિતાએ મૌલાના અને પોતાની 14 વર્ષની પુત્રીના લગ્નને નકારી દીધા. જ્યારે લોકલ એડમિનિસ્ટ્રેશનના બીજા અધિકારી આ વિશે માહિતી લેવા તેમના ઘરે ગયા તો કિશોરીના પિતાએ વિશ્વાસ અપાવ્યો કે તેમની પુત્રી જ્યા સુધી 16 વર્ષની નહી થઈ જાય, ત્યાસ ઉધી તેઓ તેને સાંસદના ઘરે વિદાય નહી કરે.