સુશાંત સિંહ રાજપૂત કેસ: સિદ્ધાર્થ પિઠાનીએ કહ્યું - રિયા ચક્રવર્તીએ ઘર છોડતા પહેલા નષ્ટ કરાવી હતી 8 હાર્ડ ડ્રાઇવ

ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (09:19 IST)
સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ નિકટથી તપાસ કરી રહી છે. આ કેસમાં સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. 26 ઓગસ્ટે પિઠાનીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સિદ્ધાર્થે કહ્યું કે રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર છોડતા પહેલા ઘણી હાર્ડ ડ્રાઇવ નષ્ટ કરાવી હતી.
 
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ સિદ્ધાર્થ પિઠાનીએ કહ્યુ છે કે 8 જૂને રિયા ચક્રવર્તી સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી, પરંતુ જતા પહેલા રિયાએ 8 હાર્ડ ડ્રાઇવનો નષ્ટ કરાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામ માટે આઈટી પ્રોફેશનલને બોલાવવામાં આવ્યો હતો. જોકે, આઇટીને પ્રોફેશનલને કોણે બોલાવ્યો હતો અને તે હાર્ડ ડ્રાઇવમાં શું હતું તે જાણી શકાયું નથી.
 
બીજી તરફ સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ, ડ્રગ એંગલનો ખુલાસો કરે છે. ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ રિયા ચક્રવર્તીએ વ્હોટ્સએપ ચેટમાં MDMA જેવી દવાઓની વાત કરી છે. તેણે અનેક લોકો સાથે વાત કરી છે જેમા ગૌરવ આર્યનો પણ સમાવેશ છે. જેને કથિત રૂપે ડ્રગ ડિલર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રીટ્રીવ ચેટ છે, જેને રિયાએ અગાઉ ડિલીટ કરી હતી. વોટ્સએપ ચેટમાં, જયા રિયા ચક્રવર્તીને કહે છે, "ચા, કોફી અથવા પાણીમાં 4 ટીપા નાખી દો અને તેને પીવા દો." અસર જોવા માટે 30 થી 40 મિનિટ રાહ જુઓ. ”બંને વચ્ચે આ વાતચીત 25 નવેમ્બર, 2019 ના રોજ થઈ હતી.
 
જોકે વોટ્સએપ ચેટ પરથી ડ્રગ્સ એંગલ બહાર આવ્યા બાદ રિયા ચક્રવર્તીના વકીલે આ મામલે સ્પષ્ટતા આપી છે. વકીલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અભિનેત્રી રિયાએ ક્યારેય ડ્રગ્સ લીધું નથી અને તે કોઈપણ સમયે બ્લડ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર