આ ઉપરાંત શ્વેતાએ લખ્યું - ડિયર સર, મારું હ્રદય કહે છે કે તમે સત્ય માટે અને સત્ય સાથે ઉભા છો. અમે એક ખૂબ જ સાધારણ કુટુંબમાંથી આવ્યા છે. મારો ભાઈ બોલિવૂડમાં હતો ત્યારેન તો તેનો કોઈ ગોડફાધર હતો કે ન તો અમારો કોઈ છે. હું તમને વિનંતી કરું છું કે આ કેસ પર ધ્યાન આપો અને આ વાતનું ધ્યાન રાખો કે બધું યોગ્ય રીતે થાય અને કોઈ પુરાવા સાથે કોઈ પ્રકારના છેડછાડ ન કરવામાં આવે.... ન્યાયની આશામા..
ઉલ્લેખનીય છે કે સુશાંતની બહેન શ્વેતા સિંઘ સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. તે સુશાંત માટે ન્યાયની માંગ કરી રહી છે. તેણે ભગવાનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું - ચાલો આપણે એક થઈએ, સત્ય માટે એક સાથે ઉભા રહીએ.