બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઇ તપાસ કરી રહી છે. એટલા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સીબીઆઇની સ્પેશિયલ ઇંવેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) ગુજરાતના કેડરના બે આઇપીએસ મનોજ શશિધર અને ગગનદીપ ગંભીરને આ કેસની જવાબદારી સોંપવામાં આવી છે. સીબીઆઇ દ્વારા આજે આ કેસમાં પોતાની તરફથી એફઆઇઆર દાખલ કરી બિહાર પોલીસને આ કેસ સાથે જોડાયેલી તમામ જાણકારીનીક ખબર છે.
ગગનદીપ યુપીમાં ગેરકાયદેસર ખાણ ખનીજ કૌભાંડ અને બિહારના કૌંભાડની કેસ તપાસમાં સામેલ રહી છે. સુશાંત કેસમાં હવે ગગનદીપ ખાસ તપાસમાં સામેલ થશે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેમણે હાઇપ્રોફાઇલ કેસ સારી રીતે ઉલેકલ્યા છે. ગગનદીપ ખૂબ એનેર્જેટિક, સ્માર્ટ અને શાર્પ માઇન્ડવાળી અધિકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતની તપાસમાં સીબીઆઇએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ લોકોમાં ઇંદ્રજીત, શોવિક ચક્રવર્તી, રિયા ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડ, શ્રૃતિ મોદીનું નામ સામેલ છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને મોત થયું હતું. તેમણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોત બાદ દરેક જણ તેની સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં હતાં.