રાજસ્થાન કેસ - જમીન માટે પુજારીને જીવતો સળગાવ્યો, સરકાર સમક્ષ પરિવારની માંગ, આરોપી પકડાય નહી ત્યા સુધી અંતિમ સંસ્કાર નહી

શનિવાર, 10 ઑક્ટોબર 2020 (16:09 IST)
રાજસ્થાનના કરૌલીમાં સળગાવીને મારવામાં આવેલ પૂજારીના સબંધીઓએ અંતિમ સંસ્કારનો ઇનકાર કર્યો છે. પુજારી બાબુલાલના પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. તેમજ પરિવારે પોલીસ ઉપરઅંતિમ સંસ્કારો માટે દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે આ મામલે ગામમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થયું છે. ડીએમ અને એસપી પરિવારને મળવા પહોંચ્યા છે.
 
હાલ કરૌલીના આ બુકના ગામમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. જે રીતે મંદિરના પૂજારીને જીવતો સળગાવવામાં આવ્યો હતો તેનાથી ગ્રામજનો રોષે ભરાયા છે. હજુ સુધી માત્ર એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકો બાકીના આરોપીઓ પણ તાત્કાલિક ઝડપાય તેવી માંગ કરી રહ્યા છે. પરિવારના સભ્યોએ કહ્યું છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ પૂજારીની લાશને જયપુર લઈ જશે.
 
પરિવાર પર દુ: ખનો  પહાડ તૂટી ગયો છે, તેઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પૂજારીના અંતિમ સંસ્કાર નહીં કરે. પુજારીનો કેસ જોઈને ભાજપે પણ આ મામલો ઝડપી લીધો છે. . ભાજપ નેતા પણ ન્યાયનો અવાજ બુલંદ કરી રહ્યા છે. તેઓ પરિવારના સભ્યો સાથે ધરણા પર બેઠા છે. ગેહલોત સરકાર ન્યાય અપાવવાની વાત કરી રહી છે, પરંતુ કોઈએ પુજારીના ગામ સુધી પહોંચવાની તકલીફ પણ લીધી નથી  ન તો મંત્રી, ન સાંસદ કે ન ધારાસભ્ય.
 
બીજીતરફ, પીડિત પરિવારની માગ છે કે આરોપીઓની તરત ધરપકડ કરવામાં આવે. તેમની મદદ કરનારા પટવારી અને પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે. આ ઉપરાંત પરિવારે 50 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે એવી માગણી પણ કરી છે. આ સાથે પરિવારે સુરક્ષા પણ માગી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર