જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલ હુમલામાં 40 જવાન શહીદ થયા. ત્યારબાદથી જ આખો દેશ ગુસ્સામાં છે. લોકો હવે દુશ્મનનો ખાત્મો કરવા માંગે છે સાથે જ બધા પોતપોતાના સ્તર પર મદદ કરવા પણ ઈચ્છે છે. આ દરમિયાન રિલાયંસ ફાઉંડેશને માહિતી આપી છે કે તેઓ શહીદ થયેલા 40 જવાનોના પરિજનો સાથે છે અને તેમની દરેક શક્ય મદદ કરશે. ફાઉંડેશને એ ત્રણ વસ્તુઓ બતાવી છે જેમા શહીદોના પરિવારને મદદ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નીતા અંબાની રિલાયંસ ફાઉડેશનની ચેયરપર્સન છે.
શિક્ષા નોકરી અને સારવારમાં કરશે મદદ
- રિલાયંસ ફાઉંડેશન શહીદ થયેલા સૈનિકોના પરિવારના અભ્યાસ નોકરી અને સારવારમાં મદદ કરશે. કોની શુ મદદ કરવામાં આવશે આ કેસ પર ડિપેડ કરશે.
- જો કોઈ શહીદના પરિવારના કોઈ મેમ્બરને નોકરી જોઈએ તો તેને નોકરીમાં પણ મદદ આપવામાં આવશે
- આ સંપૂર્ણ ગતિવિધિ રાજ્ય સરકાર સાથે મળીને કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહીદ થયેલા જવાનોમાંથી સૌથી વધુ જવાન ઉત્તરપ્રદેશના છે.