Shivling Puja: આ ધાતુથી બનેલા શિવલિંગની નિયમિત કરવી પૂજા, દૂર ભાગી જશે ગરીબી, વરસજે શિવજીની કૃપા
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (08:46 IST)
Shiv Ji Blessings: આમ તો ભગવાન શિવની પૂજા 12 મહીનામાં ક્યારે પણ કરી શકાય છે. પણ હિંદુ કેલેંડરના મુજબ વર્ષના પાંચમો મહીનો શ્રાવણનો હોય છે. આ મહીનામાં ભગવાન શિવને જ સમર્પિત થાય છે અને આ મહીનામાં ભોળાનાથની પૂજા કરવાથી ખાસ ફળોની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કોઈ નિયમિત રૂપથી જળ અર્પિત કરીએ છે, તો કોઈ સોમવારે વ્રત રાખે છે. જુદા-જુદા રીતે ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય કરીએ છે.
ગ્રંથોમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે શ્રાવણમાં જુદા-જુદા ધાતુઓ અને રત્નોથી બનેલા શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ કઈ ધાતુ અને રત્નની પૂજાથી વ્યક્તિને કયાં ફળની પ્રાપ્તિ થાય છે.
ધાતુના શિવલિંગની પૂજા
માન્યતા છે કે જો લોખંડથી બનેલા શિવલિંગની નિયમિત રૂપથી શુદ્ધ જળથી અભિષેક કરાય તો દુશ્મનોનો નાશ હોય છે. તેમજ તાંબાથી બનેલા શિવલિંગ પર અભિષેક કરવાથી લાંબુ અને સ્વસ્થ જીવન મળે છે.
- પીતળના શિવલિંગના અભિષેકથી વ્યક્તિને સાંસારિક સુખ મળે છે. તેમજ માન-સન્માન માટે વ્યક્તિને ચાંદીના શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- કહેવામાં આવે છે કે સોનાના શિવલિંગનો અભિષેક કરવાથી વ્યક્તિને લાંબી ઉમ્ર અને ધન લાભની પ્રાપ્તિ થાય છે અને કાંસના શિવલિંગથી વ્યક્તિને પ્રસિદ્ધિ મળે છે.
રત્નોના શિવલિંગ
ગ્રંથોના મુજબ સ્ફટિકના શિવલિંગનો અભિષેક કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. હીરાથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિની ઉમ્ર લાંબી હોય છે. નીલમથી બનેલા શિવલિંગનો અભિષેક કરવાથી માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.
- જો તમે રોગોથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો મોતીના શિવલિંગની પૂજા કરવી. રૂબી શિવલિંગથી સૂર્ય, મૂંગાથી મંગળ અને પન્નાથી બનેલા શિવલિંગની પૂજાથી બુધ ગ્રહ દોષથી મુક્તિ મળે છે. પુખરાજથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને પરિણીત જીવનમાં ખુશહાળી આવે છે.
- પારદથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી બધા સુખની પ્રાપ્તિ થાય છે. તેથી શાસ્ત્રોમાં આ શિવલિંગને સૌથી ખાસ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે પારદથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિ ક્યારે ગરીબ નથી થતો. તેના પર દેવી લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.