BCCI એ ખેલાડીઓ સામે મુકી મોટી શરત, વર્લ્ડ કપ ટીમમાં સ્થાન જોઈએ તો કરવુ પડશે આ કામ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (13:49 IST)
દુનિયાભરના ક્રિકેટ ફેંસને હાલ ઓક્ટોબરમાં શરૂ થનારા  વર્લ્ડ કપની આતુરતા છે. 4 વર્ષ થનારા આ ટૂર્નામેંટની મેજબાની ભારત પાસે છે. અત્યાર સુધી વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ નથી. જ્યા અનેક દેશોની ટીમો જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ અત્યાર સુધી ભારતીય ફેંસ પોતાની ટીમની રાહ જ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ માટે ટીમનુ એલાન ગમે ત્યારે કરી શકાય છે. પણ આ પહેલા બીસીસીઆઈએ ખેલાડીઓ સામે એક શરત મુકી દીધી છે. 
 
ટીમ પસંદગીથી પહેલા આપવો પડશે ટેસ્ટ 
 
ભારતની વિશ્વ કપ ટીમમાં સ્થાન બનાવવાની દોડમાં સામેલ 18 ખેલાડીઓને અલૂરમાં ફિટનેસ લેવલ અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે કારણ કે બીસીસીઆઈ આ ટૂર્નામેંટ પહેલા કોઈ કસર છોડવા માંગતી નથી. જોકે તેમાથી મોટાભાગ પરીક્ષણ નિયમિત પ્રકૃતિના હોય છે અને સમય સમય પર એનસીએ કે બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા આયોજીત કરવામાં આવે છે, પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વિશ્વ કપ પહેલા તેનુ મહત્વ વધી જાય છે. 
 
મોટાભાગના ખેલાડીઓને આપવો પડશે ટેસ્ટ 
આ મામલાની માહિતી રાખનારા બીસીસીઆઈના એક સૂત્રનુ નામ જાહેર ન કરવાની શરત પર બતાવ્યુ કે જે ખેલાડીઓએ તાજેતરમાં જ આયરલેંડમાં શ્રેણી રમી છે (જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સૈમસન) તેમને છોડીને મોટાભાગના ખેલાડીઓ નિયમિત ફિટનેસ પરીક્ષણ અનિવાર્ય બ્લડ ચેકઅપ સાથે કરવામાં આવશે.  જે માપદંડની તપાસ કરવામાં આવશે તેમા લિપિડ પ્રોફાઈલ, બ્લડ શુગર, યૂરિક એસિડ, કેલ્શિયમ, વિટામિન બી12 અને ડી, ક્રિએટિનિન, ટેસ્ટોસ્ટેરોન સામેલ છે. અનેકવાર ડેક્સા ચેકઅપ પણ થાય છે. આ હાડકાઓના ઘનત્વની તપાસ કરવા માટેનો એક પ્રકારનો સ્કેન છે. 
 
આવા ટેસ્ટ થતા રહે છે. 
એનસીએમાં કામ કરી ચુકેલા એક સૂત્રએ કહ્યુ કે તેમા કશુ નવુ નથી. શ્રેણી વચ્ચે જ્યારે ખેલાડી બ્રેક લે છે તો આ ટેસ્ટ થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર