પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહે છે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સમાન બની રહેશે જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતા નો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી ની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખુબ જ પડકારજનક બની રહેશે.
આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો સુરત શહેરના વિકાસમાં કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે તે અંગે પણ તેઓ ચર્ચા કરશે પ્રામાણિકતાથી નિષ્પક્ષ રહી માત્ર પ્રજાની સુખાકારી માટે પ્રમાણિક અભિગમ શું હોઈ શકે તેના પણ પાઠ તેવો પોતાના ઉમેદવારોને ભણાવશે ૨૫ ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલની સુરત મુલાકાતની વાત સામે આવતાની સાથે જ સમગ્ર સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીમાં વધુ ઉત્સાહનો સંચાર થયો છે.