રાજકોટમાં કોંગ્રેસની હાર થતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું કહ્યું, ભાજપના દબાણથી પરિણામો ફર્યા

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (16:06 IST)
મહાપાલિકાની ચૂંટણીનું ફાઇનલ પરિણામ આજે સાંજ સુધીમાં જાહેર થઇ જશે. કોરોના કાળમાં પણ મતદારોએ નિરાશા જેવું મતદાન કર્યું નથી. મનપાના ઇતિહાસમાં માત્ર એક વખત કોંગ્રેસને સત્તા મળી છે. તે સિવાયનો ઇતિહાસ ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે પ્રવતર્માન સંજોગોમાં મતદારો રાજકોટની જનતાએ ભાજપની જીત તરફ પોતનો કળશ ઢોળ્યો છે. પણ અત્યારથી જ કોંગ્રસે અને ભાજપે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાનું શરુ કરી દીધું છે, કોંગ્રેસે હારનું ઠીકરુ ભાજપ પર ફોડ્યું તો તેના પ્રત્યુત્તર સ્વરૂપે ભાજપે કહ્યું હતું કે રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે અને એટલે જ કોંગ્રેસ હારી ગયું છે.રાજકોટમાં ફરી ભાજપ સામે કોંગ્રેસની કંગાળ હાર થઈ છે. આ અંગે ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, ચૂંટણી સમયે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્ય કર્યુ છે, બાકી અમે હાર્યા નથી, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.જંગી બહુમતિથી મળેલી જીત વિશે વાત કરતા રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, અમે લોકો-મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે ભાજપ તરફી મતદાન કર્યુ અને અમને જંગી બહુમતિથી જીત આપી, રાજકોટના તમામ મતદારોનો અમે આભાર માનવાની સાથોસાથ અમારા હજારો કાર્યકરો, પેજ સમિતિનો પણ આભાર માનીએ છીએ. રાજકોટની પ્રજા હંમેશા ભાજપમાં વિશ્વાસ રાખે છે અને ભાજપની નેતાગીરી તેને ચરીતાર્થ કરે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિતના કાર્યો કરે છે. ​​​​​​​

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર