ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈ સ્કૂલનો 38મો વાર્ષિક મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો

મંગળવાર, 5 માર્ચ 2019 (09:59 IST)

ચિલ્ડ્રન વેલફેર સેન્ટર સ્કૂલ તથા ક્લારાસ કોલેજ ઓફ કોમર્સ દ્વારા 38મા વાર્ષિક મહોત્સવનું આયોજન રવિવાર 3 માર્ચ, 2019ના ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, યારી રોડ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ભવ્યતાથી ઉજવાયેલા કાર્યક્રમમાં બાળકોએ નૃત્ય, સોશિયલ મીડિયા પર સમજિક ન અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.
 

ગયા વરસે સ્વર્ગીય શ્રીદેવીના હસ્તે શરૃ કરાયેલી સામાજિક સંસ્થા એકતા મંચની મફત રોટી-સબ્જી યોજનાની સફળતા માટે સહયોગ આપનારા ડબાવાળા વિલાસ શિંદેને, સામાજિક કાર્યો કરનારા અમુક ડોક્ટરને, સમાજસેવિકા મેહર હૈદરને સન્માનિત કરાયા હતા. ઉપરાંત મહાબળેશ્વરના ટ્રેકર ગ્રુપના લગભગ 40 સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રેકર ગ્રુપ નિસ્વાર્થ ભાવનાથી ખાઈ વગેરેમાં કાર પડે કે અકસ્મત થાય ત્યારે તેઓ મદદ માટે પહોંચી જાય છે. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલ ઉપરાંત સંજય નિરૂપમ, કૃપાશંકર સિંહ, ધર્મેન્દ્ર, શિલ્પા શેટ્ટી, જયા પ્રદા, ગ્રેસી સિંહ, રાહુલ દેવ, રિમી સેન, સોનાલી કુલકર્ણી, પુનીત ઇસ્સર, સિદ્ધાર્થ જાધવ, દૃષ્ટી ધામી જેવા સન્માનીય અતિથિગણ, સમાજસેવક, રાજનેતા વગેરે કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઉપરાંત એમના હસ્તે તેમને તથા બાળકોને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.
 

આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલે કહ્યું કે, આ કાર્યક્રમ દ્વારા બાળકોના જીવનમાં ઉત્સાહ ભરવા, તેમના અંદર છુપાયેલી કલાને બહાર લાવવા માટે આયોજિત કરાય છે. ઉપરાંત કાર્યક્રમ દ્વારા તેમને મનોરંજનની સાથે થોડી શીખ આપવાની પણ કોશિશ કરાય છે. જેમ કે આ વખતે એક નાટકમાં સોશિયલ મીડિયા અંગે જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરેમાં લોકો વધુ પડતો સમય બરબાદ કરે છે. આ બધું જરૂરી છે પણ એમાં દિવસભર મચ્યા રહેવું ખોટું છે. એ સાથે અમે બાળકોને શિક્ષણની સાથે ભાઈચારો અને સારા સંસ્કારની પણ શીખ આપીએ છીએ, કારણ આ બાળકો જ દેશનું ભવિષ્ય છે.
 

આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈ સ્કૂલના એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદને કાર્યક્રમ સારી રીતે આયોજિત કરવા માટે સન્માનિત કરાયા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર