હવે તાજમહેલમાં નમાજ પઢવા પર રોક - સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સોમવાર, 9 જુલાઈ 2018 (13:22 IST)
સુપ્રીમ કોર્ટે સોમવારે તાજ મહેલમાં આગરના બહારના લોકો પર નમાજ અદા કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યુ છે કે સ્મારકનુ સંરક્ષણ સૌ પહેલા છે. ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેસે 24 જાન્યુઆરીના રોજ તાજમહેલમાં આગ્રાની બહારના લોકો પર નમાજ અદા કરવા પર રોક લગાવી દીધી હતી. જ્યાર પછી એક અરજદારે ડીએમના આ નિર્ણય વિરુદ્ધ સુર્પીમ કોર્ટમાં અરજી કરી હતી.  જેમાં તેમણે માંગણી કરી હતી કે, સ્થાનિક લોકોની સાથે બહારી લોકોને પણ નમાજ પઢવાની ઈજાજત આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજમહેલમાં હાલની મસ્જિદમાં દર શુક્રવારે ઝુમ્માની નમાજ પઢવામાં આવે છે, તેને લઈને અમુક લોકોએ વિરોધ કર્યો છે. શુક્રવારે આ કારણે તાજમહેલ બંધ પણ રાખવામાં આવે છે.
 
ગત વર્ષે પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કા તો નમાઝ બંધ કરવામાં આવે અથવા તો શિવચાલીસા વાંચવાની પરમિશન આપવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઈતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સિમિતિ (ABISS)એ માંગ કરી હતી કે તાજમહેલમાં શુક્રવારે થનાર નમાજ પર રોક લગાવવામાં આવે.
 
ઘણી વખત બીજેપી નેતા આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમને તાજમહેલને શિવમંદિર બતાવ્યું છે. અમુક લોકએ તેને તેજોમહાલય પણ ગણાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર