આજે સુપ્રીમ કોર્ટમાં યેદિયુરપ્પાની અગ્નિપરિક્ષા, કોર્ટમાં થશે સુનાવણી

શુક્રવાર, 18 મે 2018 (10:37 IST)
સુપ્રીમ કોર્ટના ત્રણ જજની પીઠ એ અરજી પર આજે ફરીથી સુનાવણી શરૂ કરશે જેમા કોંગ્રેસ અને જેડીએસએ રાજ્યપાલ વજુભાઈવાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવાનુ આમંત્રણ આપવાનો પડકાર આપ્યો છે. 
 
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ પહેલા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. જ્યારબાદ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગયા. સુપ્રીમ કોર્ટ આજે આ અરજી પર ફરીથી સુનાવણી શરૂ કરશે. 
આ પહેલા સર્વોચ્ચ ન્યાયાલયે ગુરૂવારે સવારે બી.એસ યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા પર રોક ન લગાવી. ટોચની કોર્ટે અડધી રાત્રે કલાકો સુધી ચાલેલી સુનાવ્ણીમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યુલર (જેડી-એસ)ની યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની સંયુક્ત અરજીને ધ્યાનમાં રાખતા શપથ ગ્રહણ પર રોક લગાવવાની ના પાડી દીધી અને કહ્યુ કે રાજ્યપાલે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે. 
 
આ મામલાની કાર્યવાહીની અધ્યક્ષતા એ.કે. સીકરી, એસ.એ બોબડે અને અશોક ભૂષણે કરી. યેદિયુરપ્પાએ નક્કી યોજના અનુરૂપ ગુરૂવારે નવ વાગ્યે શપથ લીધી. પણ શપથ ગ્રહણ અરજી પર સુનાવણી શુક્રવારે સવારે 10.30 વાગ્યે હશે. 
યેદિયુરપ્પાને 15 અને 16 મેના રોજ રાજ્યપાલ વજુભાઈવાળાને લખેલા બંને પત્ર રજુ કરવા પડશે. જેમા તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો છે.  યેદિયુરપ્પાએ પત્રમાં સદનમાં બહુમત હોવાનો દાવો કર્યો છે. પણ સવાલ છે કેવો ? જેનો જવાબ હાલ કોઈની પાસે નથી. 
 
કર્ણાટકમાં 222 સીટો પર ચૂંટણી થઈ હતી. જેમા ભાજપાને 104 કોંગ્રેસને 78 અને જેડીએસને 38 સીટ મળી હતી. બે નિર્દળીય ધારાસભ્યોમાંથી એક ભાજપાને સમર્થન અપવાની જાહેરાત કરી હતી. પણ ગુરૂવારે વિધાનસભા સામે ગાંધીની પ્રતિમા સામે કોંગ્રેસ અને જેડીએસની ધરણામાં સામેલ જોવા મળ્યા. 
 
આ ધરણામાં પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાનો પણ સમાવેશ થયો આ રીતે કર્ણાટકના નાટકનો અંત જલ્દી થાય એવુ લાગતુ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર