ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન (ISRO)ના પૃથ્વીનુ ઓબ્ઝર્વેશન કરનાર ઉપગ્રહ EOS-03 ને ગુરૂવારે સવારે લોંચ કરવામાં આવ્યુ. શ્રી હરિકોટના સતીશ ઘવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળ પરથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યુ. જો કે લોન્ચના થોડીવાર પછી ISRO ચીફ સિવને કહ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલ તકનીકી ખરાબીને કારને ISROનુ GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણ રીતે પુર્ણ ન થઈ શક્યુ. બીજી બાજુ સ્પેસફ્લાઈટ નાઉ મુજબ ISRO એ ચોખવટ કરી છે કે જીએસએલવી એમકે લૉન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પરફોર્મેંસમાં તકનીકી ખરાબીને કારણે નિષ્ફળ રહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2017 પછીથી કોઈ ભારતીય લૉન્ચમાં આ પહેલી નિષ્ફળતા છે. ISRO એ બતાવ્યુ કે સેટેલાઈટની પૂરી યાત્રા 18.39 મિનિટની હતી, પણ અંતિમ સમયે ક્રાયોનિક સ્ટેજમાં ટેકનીકલ ખરાબી આવી ગઈ. જેને કારણે ISRO ના આંકડા મળવા બંધ થઈ ગયા. ISRO ચીફને માહિતી આપ્યા પછી બતાવાયુ EOS-3 મિશન આંશિક રૂપે નિષ્ફળ થઈ ગયુ છે.
અંતરિક્ષ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ (EOS-03) દરરોજ સમગ્ર દેશના 4-5 તસવીર મોકલશે. આ ઉપગ્રહની મદદથી જળ સંસ્થાઓ, પાક, વાવાઝોડા, પૂર અને જંગલ આવરણમાં થતા ફેરફારોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે