ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના ૪૦૦ વિદ્યાર્થીઓએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રચી માનવ સાંકળ

રવિવાર, 7 ઑગસ્ટ 2022 (11:54 IST)
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે  વડોદરા શહેરના નાગરિકોમાં  હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક  સંદેશ ફેલાવવા માટે વિવિધ  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
શહેરની જીપીએસ છાણી સંચાલિત બીઆરજી ગ્રુપના ૪૦૦ વિદ્યાર્થીઓએ આઝાદીના  ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે માનવ સાંકળ રચી હતી.  દરેક બાળકના હાથમાં ત્રિરંગો અને દેશની આઝાદીના ૭૫ વર્ષના ગૌરવશાળી ઈતિહાસની ચમક તેમના ચહેરા પર જોઈ શકાતી હતી.
 
સમગ્ર દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી  રહ્યો છે, ત્યારે દેશની આઝાદીના શહીદો અને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસ અને સિદ્ધિઓને યાદ કરવી પણ એટલી જ જરૂરી છે.  ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભાઈચારાની લાગણી લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો અને નિયામક અપેક્ષા પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિકા વર્માએ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર