LIVE Coronavirus in India Live Updates: દેશમાં સંકમિતોની સંખ્યા વધીને 12,759 થઈ, 420ના મોત, 1514 સ્વસ્થ થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 826 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કે 28ના મોત થઈ ગયા છે. બીજી બાજુ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 12,759 થઈ ગઈ છે. તેમાથી 10,824 મામલા સક્રિય છે. 1514 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશમાં કોરોના વાયરસ સઆથે સંબંધિત બધા અપડેટ્સ...
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ આવેલા કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 545 થઇ છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયા છે. બીજી બાજુ ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરફ્યુ વિસ્તારમાં જો સોશિયલ ડિસ્ટન્સ નહિં જાળવો તો બપોરની કરફ્યુ મુક્તિ પણ પાછી ખેંચાશે. તેવા એક સમાચાર સામે્ આવી રહ્યા છે.
- સુરતમાં 36 વર્ષીય તબસુમ શેખ નામની મહિલાનું મોત થયું છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે આ મહિલામાં કોરોનાના લક્ષણ દેખાતા ઘણા દિવસોથી સારવાર ચાલી રહી હતી. મહિલાનો કોરોનાનો રિપોર્ટ પણ પેન્ડિંગ છે. સુરતમાં આ મહિલા મીઠી ખાડી વિસ્તારમાં રહેતી હતી. મોડી રાત્રે મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત થતા હડકંપ મચી જવા પામ્યો છે. મોત બાદ ગાઈડલાઈન પ્રમાણે મહિલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
- કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદના થલતેજ, નારણપુરા, નરોડા, નિકોલ ,વટવા, સારંગપુર, કાલુપુર, વાડજ રામાપીરનો ટેકરો સહિતના વિસ્તારોમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.