Ashad month 2021: જીવનમાં સકારાત્મકતા લાવે છે ભગવાન શ્રી હરિને પ્રિય આ મહિનો

શુક્રવાર, 25 જૂન 2021 (12:06 IST)
હિંદુ પંચાગ મુજબ અષાઢ મહિનો વર્ષનો ચતુર્થ માસ છે. જેને વર્ષા ઋતુનો મહિનો પણ કહેવાય છે. અષાઢ મહિનાને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનો ભગવઆન શ્રી  હરિ વિષ્ણુને ખૂબ પ્રિય છે.  આ મહિનામાં અનેક ઉત્સવ અને તહેવારોનુ આયોજન થાય છે. આ મહિને દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. માન્યતા છે કે આ મહિનો જીવનમાં સકારાત્મકતા લઈને આવે છે. આ મહિને કરવામાં આવેલ દાન-પુણ્ય ખૂબ ફળદાયક માનવામાં આવે છે. 
 
અષાઢ મહિનામાં મુખ્ય તહેવારમાં દેવશયની એકાદશી છે. આ દિવસથી દેવી દેવતા ચાર મહિના માટે શયન કરવા જતા રહે છે. તેને ચતુર્માસ પણ કહે છે. ચાર મહિના સુધી બધા માંગલિક કાર્ય વર્જિત રહે છે. ચાર મહિના પછી કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. અષાઢ અમાવસના રોજ સ્નાન, દાન-પુણ્ય, પિતૃ કર્મ માટે ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે. અષાઢ અમાવસ્યા પર યમની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનામાં  ગુપ્ત નવરાત્રી પણ આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમાનું પણ વિશેષ મહત્વ છે. આ પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી પૂર્ણિમા પર દાન કરવું જ જોઇએ. અષાઢ મહિનામાં શુક્લ પક્ષના સાતમા દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જીવનમાં આનંદ આવે છે. અષાઢ મહિનામાં ચપ્પલ, છત્રી, મીઠું અને આંબળાનું દાન કરવું જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર