હાઈ પ્રોફાઈલ લાઇફસ્ટાઈલ જીવતા કિરણ પટેલને પોલીસના ડબ્બામાં અમદાવાદ લવાશે

સોમવાર, 3 એપ્રિલ 2023 (19:01 IST)
Z પ્લસ સુરક્ષા સાથે પાકિસ્તાન બોર્ડર સુધી ગયેલો કિરણ પટેલ પોલીસના ગુનેગારોના ડબ્બામાં પાછો આવશે
હાઈ પ્રોફાઈલ લાઇફસ્ટાઈલ જીવતા કિરણ પટેલને પોલીસના ડબ્બામાં અમદાવાદ લવાશે
 
ગુજરાતના મહાઠગ કિરણ પટેલને લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સડક માર્ગે જમ્મુ કાશ્મીર પહોંચી છે. ૩૬ કલાકની મુસાફરી બાદ કિરણ પટેલને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં અમદાવાદ લાવવામાં આવશે. એક સમયે મર્સિડીઝ અને ઓડી જેવી કારમાં ફરતો કિરણ પટેલ હવે પોલીસના ડબ્બામાં અમદાવાદ આવશે. આ વખતે તેની આસપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ હશે.
 
બંગલો પચાવી પાડવાનો કારસો કર્યો હતો
રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ પીએમઓના અધિકારીની આપીને અનેક લોકોને જાસામાં લીધા હતા. જેમાં એક મંત્રીના ભાઈ પણ આવી ગયા હતા તેમની પાસેથી કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાનો કારસો કર્યો હતો. પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ તેણે અનેક ગતકડા કર્યા હતા. અમદાવાદની જાણીતી કો ઓપરેટિવ બેન્કના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો અને ક્યાંક ડંફાસ મારીને રોકડી કરી લેતો હતો.
 
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં  ફરિયાદ નોંધાઈ
ગુજરાતની મહત્વની બ્રાન્ચોમાં પણ કિરણ પટેલના ઓળખીતા પોલીસ અધિકારીઓ કામ કરે છે. જે હાલ તેમને ઓળખતા નથી. બીજી તરફ કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસે શોધીને સાબિત કરી દીધું કે આ એક ભેજાબાજ ઠગ છે. કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીર બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંત્રીના ભાઈને છેતરવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ અને અન્યની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી છે.
 
આરોપીની જેમ તેને બાય રોડ અમદાવાદ લવાશે
તે હવાઈ માર્ગે નહીં પણ બાય રોડ અમદાવાદ લાવવામાં આવશે સામાન્ય કેદીની જેમ તને પોલીસ ડબ્બામાં નાખીને લાવવામાં આવશે. જ્યારે તેને કોઈ સુખ સગવડ નહીં પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવીને અન્ય કેદીઓની જેમ જ સરભરા કરવામાં આવશે.  જ્યારે તેની સામે ચાલતા ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અધિકારીઓ સરભરા કરવાના મૂડમાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે  જણાવ્યું હતું કે કિરણ પટેલને લેવા અમારી ટીમ જમ્મુ કશ્મીર ગઈ છે. અમારા માટે તે આરોપી છે અને સામાન્ય આરોપીની જેમ જ તેને બાય રોડ અમદાવાદ લવાશે અને તેની પૂછપરછ પણ એજ રીતે કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર