જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની 2 બ્રાંચમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ, શું CIDને સોંપવામાં આવશે તપાસ?

સોમવાર, 4 એપ્રિલ 2022 (16:41 IST)
જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેના પગલે કુલ  8 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલા તથા સીઆઇડી ક્રાઇમની તપાસ સહિતની તજવીજનો ધમધમાટ શરૂ થયો છે.
 
આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર ખાતે મુખ્ય કચેરી ધરાવતી અને જામજોધપુર તાલુકાની ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની શાખામાં  અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની થોડા સમય પૂર્વે નવા ડાયરેક્ટરોની વરણી કરવામાં આવી હતી. જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પી.એસ. જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પી.એસ. જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર