કામની વાત - નવા નાણાકીય વર્ષમાં ખર્ચ પર નિયંત્રણ સાથે જ રાખો આર્થિક મજબૂતીની બુનિયાદ, આજથી જ શરૂ કરો પ્લાનિંગ

સોમવાર, 4 એપ્રિલ 2022 (13:29 IST)
એપ્રિલની પહેલી તારીખથી નવુ નાણાકીય વર્ષ શરૂ થઈ ગયુ છે. સારુ રહેશે કે તમે ફાઈનેંશિયલ પ્લાનિંગ પણ અત્યારથી જ શરૂ કરી લો. જેથી ટેક્સ છૂટનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકો અને આગામી માર્ચ સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જાય્ ઘણા લોકો આ મહત્વપૂર્ણ કામ વર્ષના અંત સમય સુધી ટાળી દે છે. પછી અંતિમ સમયે ઉતાવળમાં નિર્ણય લે છે. ફાઈનેશિયલ પ્લાનિગ આ રીતે કરવુ નુકશાન પહોંચાડી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે જ્યારે તમારી પાસે આખુ વર્ષ હોય છે તો તમારી બધી આર્થિક જરૂરિયાત પર ઝીણવટાઈથી વિચાર કરી શકો છો. મતલબ અત્યારથી આ અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે આગામી એક વર્ષમાં તમને કેટલી આવક થશે અને બધા ખર્ચ કાઢ્યા પછી કેટલી બચત કરી શકશો.  તમે તમારા નાણાકીય ટારગેટ પણ જાણ હશે. જેમાં તમારે બચત કરેલી રકમનું રોકાણ કરવાની જરૂર છે. પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા આ નાના કામો પર હવેથી ધ્યાન આપો તો આખું વર્ષ ટેન્શન મુક્ત રહી શકો છો.  આવો જાણીએ કેવી રીતે 
 
સંતુલિત બજેટ બનાવો 
તમારી આવકને ત્રણ મોટી જરૂરિયામાં વહેંચી લો. બુનિયાદી જરૂરિયાત જેવુ કે ભાડુ, ઈએમઆઈ, સ્કુલ ફી, ઘરેલુ ખર્ચ, વીમા પ્રીમિયમ વગેરે. વિવેકાધીન ખર્ચા જેવા કે હોટલમા ખાવુ, હરવુ-ફરવુ, શોપિંગ વગેરે. છેલ્લે, પણ સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત છે બચત. કોશિશ કરો કે બચત ઓછામાં ઓછી 10 ટકા હોય. બુનિયાદી ખર્ચ આવકના 50%થી વધુ હોયી શકે છે. 
 
ટેક્સના નિયમ સમજો
હોમ લોન ઉપરાંત વ્યાજ પર ટેક્સ છૂટ અને ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ જેવા નવા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવ્યા છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં સમજો કે તે તમારી આવક અને બચતને કેવી રીતે અસર કરશે. આગામી 12 મહિનાની આવક પર કેટલો ટેક્સ લાગશે અને તેને ઘટાડવા માટે તમે કેવા પ્રકારનું રોકાણ કરી શકો છો.
 
ઈમરજન્સી ફંડ વધારો
આપણે બધાને એવી બચતની જરૂર છે જે કટોકટીમાં કામ આવી શકે. આને ઇમરજન્સી ફંડ કહેવામાં આવે છે અને તે સામાન્ય રીતે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના સ્વરૂપમાં હોય છે. આ ફંડ તમારી માસિક આવકના ઓછામાં ઓછા 3-6 ગણું હોવું જોઈએ. જો તમે એટલી બચત કરી નથી, તો આ વર્ષે વધુ બચત કરવાનો પ્રયાસ કરો. આ ફંડ દરેક મુશ્કેલ સમયમાં કામમાં આવશે.
 
ઈંશ્યોરેન્સ કવર વધારો
જીવન અને સ્વાસ્થ્યવીમો ખૂબ જ જરૂરી છે. જો તમે ન  લીધો હોય તો ચોક્કસ લઈ લો. જો તમારી પાસે મોટી સંખ્યામાં પરિવારના સભ્યો છે જે તમારી આવક પર નિર્ભર છે, તો તમારે ટર્મ પ્લાનની જરૂર છે. તેવી જ રીતે તમારા પરિવારના દરેક સભ્યને સ્વાસ્થ્ય વીમો જરૂરી છે. તમને આ બંને વીમા પર ટેક્સ છૂટ પણ મળે છે. આ અર્થમાં, તેમને પણ ટેક્સ પ્લાનનો ભાગ બનાવી શકાય છે. જો તમે આ વીમો લીધો છે, તો જુઓ કવરેજની જરૂરિયાત વધી તો નથી ગઈ. 
 
રોકાણના વિકલ્પો શોધો 
જો તમે હજી સુધી આમ ન કર્યું હોય, તો આ વર્ષથી નિયમિતપણે રોકાણ કરવાની ટેવ પાડો. દર મહિને મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરો. મહિનાની શરૂઆતમાં, પહેલા રોકાણ ખાતામાં પૈસા મૂકો અને બાકીના સાથે ખર્ચ કરો. ધ્યાનમાં રાખો કે દરેક રોકાણનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. ટેક્સ બચાવવા માટે વ્યક્તિ ELSS અથવા PFમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.
 
લોન ઓછી કરવાની યોજના બનાવો 
જો તમરા પર કર્જ હોય તો આ વર્ષે તેને ઘટાડવાનો પ્લાન બનાવો. ક્રેડિટ કાર્ડ લોન હોય તો તેને તરત ચુકવો કારણ કે આ મોંઘી લોન છે. હોમ લોન જેવી કોઈ મોટી લોન હોય તો તે બધી રીત પર વિચાર કરો જેનાથી લોન ઓછી થઈ શકે. જો વ્યાજ દર વધુ છે તો રિફાઈનેંસ કે બેલેંસ ટ્રાંસફર વિશે વિચારો. દર યોગ્ય હોય તો આવક સાથે ઈએમઆઈ પણ વધારો. 
 
ક્રેડિટ સ્કોર 750થી ઉપર લઈ જાવ 
 
ક્રેડિટ સ્કોર જો  750 થી ઓછો છે, તો તેનો અર્થ એ છે કે તમારી અ અર્થિક  સ્થિતિ બહુ સારી નથી. સમયસર EMI ચૂકવવાથી આ સ્કોર સારો રહે છે. ક્રેડિટ રિપોર્ટ ચેકથી વર્ષની શરૂઆત કરો. તમારો સ્કોર શું છે તે શોધો. જો તે 750 થી નીચે છે, તો વર્ષના અંત સુધીમાં તેને 750 થી ઉપર વધારવાનું લક્ષ્ય રાખો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર