દુનિયાના અનેક અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરનો કહેર બનીને તૂટી પણ હવે સારા સમાચાર એ છે કે સંક્રમણની આ બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દેશમાં દિવસમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ હતી. પણ હવે આ આંકડો ઘટીને એક લાખ 65 હજારને પાર આવી ગયો છે. દેશમાં પોઝીટિવિટી રેટ પણ હવે ઘટીને આઠ ટકા પર આવી ગયો છે. જેને સતત વધુ નીચે લાવવાનો પ્રયાસ ચાલુ છે.
કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને બીજા દેશો સાથે ભારતની તુલના કરીએ તો આ કુલ દર્દીઓની સંખ્યામાં ભારતથી આગલ ફક્ત અમેરિકા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા 34,043,068 છે તો બીજી બાજુ ભારતમાં 2,78,94,800 લોકો અત્યાર સુધી કોરોનાનો શિકાર થઈ ચુક્યા છે. ભારત પછી ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. જ્યા 16,515,120 લોકો અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.
કોરોનાના મોત મામલે ભારત ત્રીજા નંબર પર છે. કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં 609,544 લોકો કોરોનાને કારણે મોતના મોઢામાં સમાય ગયા છે. બીજી બાજુ અમેરિકા પછી બ્રાઝીલમાં 462,092 લોકનુ કોરોનાને કારણે મોત થઈ ગયુ. ત્રીજા નંબર પર ભારત છે જયા અત્યાર સુધી કુલ 3 લાખ 25 હજાર 972 લોકોએ પોતાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
એક્ટિ કેસના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. એટલે કે, ભારત બીજો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. બીજી બાજુ હજુ ણ્દુનિયામાં દરેક ત્રીજી મોત ભારતમાં થઈ રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.16 ટકા છે જ્યારે કે રિકવરી રેટ 90 ટકથી વધુ છે. એક્ટિવ કેસ ઘટીને 8 ટકાથી ઓછા થઈ ગયા છે.