વિકિપીડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદાસ્પદ વિસ્તાર દર્શાવતો નકશો જારી કર્યો છે. એમાં કાશ્મીરને પણ પાક.નો વિવાદાસ્પદ વિસ્તાર દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો, જેમાં એનો વિરોધ વ્યક્ત કરતી વિવિધ કોમેન્ટો થઇ હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નક્શો જાહેર કરી દીધો છે. તેમાં લદાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ ઉપર પણ દાવો ઠોક્યો છે.