ટુલ્ટેપેકમાં લાગેલી આગથી એક પછી એક અનેક વિસ્ફોટ થયા અને મેક્સિકો સિટીમાં ઘુમાડાનો ગુબ્બાર છવાય ગયો. વિસ્ફોટના સમયે બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહક હતા જે વર્ષના અંતે પારંપારિક જશ્ન મનાવવા માટે પટાખા ખરીદી રહ્યા હતા. અનેક લાતિન અમેરિકી દેશોમાં ક્રિસમસ અને નવવર્ષ સમારંભમાં મોટાભાગે ફટાકડામાં વિસ્ફોટની દુર્ઘટનાઓ થાય છે. મેક્સિકો સ્ટેટ અભિયોજક અલેજાંદ્રો ગોમેજે ઘટનાસ્થળ પર હાજર સંવાદદાતાઓને કહ્યુ, "અમે ઘટનાસ્થળથી 29 શબ જપ્ત કર્યા છે."