T20 World Cup: ટીમ ઈંડિયામાં આવ્યો એક વધુ ધાકડ ખેલાડી, IPL 2021 મા શાનદાર પ્રદર્શનનુ મળ્યુ ઈનામ

મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (19:00 IST)
છેલ્લી ઘણી સીઝનની જેમ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બીજી સિઝને ભારતીય ક્રિકેટને નવી પ્રતિભા આપી છે. ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ જેવા ની સતત ચર્ચામાં થતી રહી છે અને આ સાથે જ એક વધુ નામ છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ક્રિકેટ ફેંસ વચ્ચે ઝડપથી જાણીતુ બન્યુ છે. આ નામ છે આવેશ ખાન  (Avesh Khan).દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)નો ઝડપી બોલર અવેશ આ સિઝનમાં સતત સફળતાની નવી ઊચાઈઓને આંબી રહ્યો છે અને સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં બીજા નંબરે છે. આવેશને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર પણ મળી રહ્યો છે. આઈપીએલ 2021 ના ​​અંતથી શરૂ થતા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021) માટે તેમને ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવેશને યુએઈમાં  નેટ બોલર તરીકે ભારતીય ટીમ(Indian Cricket Team) સાથે રાખવામાં આવશે.
 
24 વર્ષીય ઝડપી બોલર આવેશ ખાને આ સિઝનમાં તેની ગતિ, બાઉન્સ અને પરફેક્ટ લાઈન લેંથથી બેટ્સમેનોને ખૂબ પરેશાન કરવા સાથે પસંદગીકારોને પણ પ્રભાવિત કર્યા છે. આઈપીએલ 2021 સીઝનમાં આવેશે ભારતીય ક્રિકેટના ત્રણ સૌથી મોટા દિગ્ગજો વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોનીની વિકેટ પણ લીધી હતી. તે અત્યાર સુધી 15 મેચમાં 23 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં બીજા સ્થાને છે. આ સિઝનના બંને ભાગોમાં (ભારત અને UAE) આવેશનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

રિઝર્વ તરીકે થશે સમાવેશ 
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, જો ભારતીય ટીમ મેનેજમેન્ટને જરૂર લાગતી હોય તો, આવેશ ખાનને નેટ બોલરની આગળ સ્ટેન્ડબાય તરીકે રાખી શકાય છે. આ અંગે જાણકારી ધરાવતા સૂત્રએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું
 
ઇંગ્લેન્ડના પ્રવાસે સાથે હતા
 
આ પહેલીવાર નથી, જ્યારે આવેશને ભારતીય ટીમ સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય. અગાઉ, ભારતમાં આઈપીએલના પહેલા ભાગમાં મજબૂત પ્રદર્શન બાદ, તેમને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી માટે સ્ટેન્ડબાય બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, શ્રેણી પહેલા જ પ્રેક્ટિસ મેચ દરમિયાન આંગળીમાં થયેલી ઈજાના કારણે તેને પરત ફરવું પડ્યું હતું. આવેશ ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદના તોફાની ઝડપી બોલર ઉમરાન મલિકને નેટ બોલર તરીકે સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર