માઁ શક્તિનું ચોથુ રૂપ - કૂષ્માંડા -આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે. બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. તે કારણે પણ માઁ કૂષ્માંડા કહેવાય છે.
નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ.
જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના 'ઈષત' હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.
આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે.
તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.
માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે.
માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે.
માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ.