ચૈત્ર નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસનાનુ ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ દરમિયાન નવદુર્ગાની પૂજા એટલે કે મા દુર્ગાની સાથે સાથે તેમના નવ રૂપોની આરાધના કરવાથી જાતકના જીવનની દરેક સમસ્યા આપમેળે જ દૂર થઈ જાય છે. જ્યોતિષ મુજબ તેમની પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમની ઊજામાં સિંદુરનુ સૌથી વધુ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંદૂરના આ પ્રયોગ પાછળનુ અસલી કારણ એ છે કે તેનાથી માતા વધુ પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે નવરાત્રિના નવ દિવસમાં મોટાભાગના ઘરમાં લોકો સિંદૂરનો પ્રયોગ કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે. હવે તમે વિચારશો કે અમે લાલ સિંદૂરની વાત કરી રહ્યા છે પણ ઉલ્લેખનીય છે કે અમે લાલ સિંદૂર નહી પણ નારંગી સિંદૂરની વાત કરી રહ્યા છીએ.