અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ
સોમવાર, 3 ઑક્ટોબર 2022 (00:02 IST)
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ આપવી શુભ હોય છે.
* ફૂલ
કુમારિકાઓને ફૂલ ભેંટ આપવું શુભ હોય છે. સાથે કોઈ એક શ્રૃંગારની સામગ્રી જરૂર આપવી. જો તમે મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો શ્વેત ફૂલ અર્પિત કરવું. જો તમારા દિલમાં કોઈ ભૌતિક કામના છે તો લાલ ફૂલ આપી તેને ખુશ કરવું. (ઉદાહરણ માટે-ગુલાબ, ચંપા, મોગરા, ગલગોટા, ગુડહલ)
*ફળ
ફળ આપીને કન્યાઓનો પૂજન કરવું. આ ફળ પણ સાંસારિક કામના માટે લાલ કે પીળો અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે કેળા કે શ્રીફળ હોઈ શકે છે. યાદ રાખો કે ફળ ખાટા ન હોય.
* મિઠાઈ
મિઠાઈંનો પણ મહત્વ હોય છે. જો હાથની બનેલી ખીર, હલવો કે કેશરિયા ભાત બનાવીને ખવડાય તો દેવી પ્રસન્ન હોય છે.
*વસ્ત્ર
તેને વસ્ત્ર આપવાનો મહત્વ છે. જેમકે ફ્રાક વગેરે પણ સામર્થ્ય મુજબ રૂમાલ કે રંગબેરંગા રિબિન પણ આપી શકાય છે.
* શ્રૃંગાર સામગ્રી
દેવીથી સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની મનોકામના કરાય છે. તેથી કન્યાઓને પાંચ પ્રકારની શ્રૃંગાર સામગ્રી આપવી ખૂબજ શુભ હોય છે. તેમાં ચાંદલા, બંગડી, મેહંદી, વાળ માટે ક્લિપસ, સુગંધિત સાબુ, કાજલ, નેલપૉલિશ, ટેલકમ પાઉડર વગેરે હોઈ શકે છે.
*રમત સામગ્રી
બાળકીઓને રમત સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં રમત સામગ્રીની ઘણા પ્રકાર મળે છે. પહેલા આ રિવાજ, પાંચા, દોરડા, અને નાના-મોટા રમકડા સુધી સીમિત હતા પણ હવે ઘણા બધા વિકલ્પ છે.
* શિક્ષણ સામગ્રી
કન્યાઓને શિક્ષણ સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં જુદા-જુદા પ્રકારના પેન, પેંસિલ, કૉપી, ડ્રાઈગ બુકસ, કંપાસ, વૉટર બૉટલ, લંચ બૉક્સ મળે છે.
* દક્ષિણા
નવરાત્રિની અષ્ટમી સૌથી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસે જો કન્યાને તેમ્ના હાથથી શ્રૃંગાર કરાય તો દેવી ખાસ આશીર્વાદ આપે છે. કન્યા પગ દૂધથી પૂજન જોઈએ. પગ પર અક્ષત, ફૂલ અને કંકુ લગાવવું જોઈએ. કન્યાને ભોજન કરાવવું જોઈએ અને યથાસામર્થ્ય કોઈ પણ ભેંટ આપવી જોઈએ. કન્યા પૂજનમાં દક્ષિણા જરૂર આપવી.
* ભોજન પ્રસાદી
નવદુર્ગાના અંતિમ દિવસ ખીર, ગ્વારફળીની શાક અને પૂરી કન્યાને ખવડાવી જોઈએ. તેમના પગમાં મહાવર અને હાથમાં મેંહદી લગાવવાથી દેવી પૂજા સંપૂર્ણ હોય છે
જો તમે તમારા ઘરમાં હવનનો આયોજન કર્યું છે તો તેમના હાથથી તેમાં હોમ નખાવવી. તેને ઈલાયચી અને પાનનો સેવન કરાવો. આ પરંપરાના પાછળ માન્યતા છે કે દેવી જ્યારે તેમના લોક જાય છે તો તેને ઘરની દીકરીની રીતે વિદાય આપાવી જોઈએ.