અમદાવાદના નિરમા યુનિવર્સિટી, સિંધુભવન રોડ, ગોતા થલતેજના ગલ્લા, ચાની કિટલીઓ અને નાના કેફેમાં ડ્રગ્સ સપ્લાય

શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (18:09 IST)
અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સ ખરીદી શહેરના વૈષ્ણવદેવી, સિંધુભવન, ગોતા, ત્રાગડ સહિતના વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, અને ચાની કીટલીઓ ઉપર જ્યાં સૌથી વધારે યુવાવર્ગ જોવા મળે છે ત્યાં મેફેડ્રેન સપ્લાય કરનાર બે શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી અમદાવાદના મોટા એવા ચાર જેટલા ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને તેઓ અલગ-અલગ ગ્રાહકોને આપતા હોવાનું અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા તેની પાસેથી આ ડ્રગ્સ આરોપી આસિત પટેપ લાવતો હતો તે હાલ ફરાર છે. જેના ઝડપાયા  બાદ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવી આપનાર અને તેમાં સંડોવાયેલા વ્યક્તિ અને કંપનીની વધુ વિગત બહાર આવશે.
અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યો સપ્લાય થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા સપ્લાય કરનારા અને વેચનારા લોકોની સામે કાર્યવાહી કરવા આવી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી બી બારડ અને જે.એન ચાવડાને બાતમી મળી હતી કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રાગડ રોડ પર નિરમા યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં કેટલાક વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે થલતેજ ન્યુયોર્ક ટાવરમાં રહેતા આરોપી રવિ શર્માની ધરપકડ કરી હતી. રવિ શર્માની પૂછપરછ કરતાં પોતે એમડી ડ્રગ્સ લે છે અને અન્ય લોકોને આ ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્રાગડ રોડ પર આવેલા સાગા ફ્લેટમાં રહેતા આસિત પટેલ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું જણાવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશિષ પટેલ ને પણ ઝડપી લીધો હતો.
 
બંનેની પૂછપરછ કરતાં આસિત પટેલ રવિ શર્માને ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને રવિ શર્મા અલગ-અલગ ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી ચુડાસમાએ જણાવ્યું હતું કે રવિ શર્મા પોતે એક લીગલ કોલ સેન્ટરમાં નોકરી કરે છે અને હાલમાં આ રીતે ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે. આરોપી આસિત પટેલને હોલસેલમાં દવાઓનો અને માણસામાં મેડિકલ સ્ટોર છે. બંનેની પાસેથી 23 ગ્રામ અને 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. 
 
 
આરોપીઓની વધુ પૂછપરછ કરતા દરિયાપુરના ચાર જેટલા ડ્રગ્સ પેડલરોના નામ પણ ખુલ્યા છે. આસિત પટેલની પૂછપરછ કરતાં પોતે પંકજ પટેલ નામના વ્યક્તિ જે પોતે એક જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે તેની પાસેથી 800 રૂપિયામાં ડ્રગ્સ લાવતો હતો અને 1000 રૂપિયામાં રવિ શર્મા આપતો હતો. રવિ શર્મા ડ્રગ્સ પેડલરોને 1500 રૂપિયાની આસપાસ આપતો હતો. વધુ પૂછપરછ કરતાં તેઓ આ ડ્રગસ શહેરના પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ અને નાના કેફે વગેરે જગ્યાએ ત્યાં મોટાભાગના યુવાનો આવતા હોય છે તેમની આ ડ્રગ્સ આપતો હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર