ગુજરાતમાં કોરોના કેસ વધવા લાગ્યા છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટને લઇને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જેમાં જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ મળી આવ્યા છે. જામનગરમાંથી મળી આવેલા ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા વધુ બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતના પ્રથમ કેસના દર્દીના બે સંબંધીને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. ત્યારે આ સાથએ ગુજરાતમાં ઓમિક્રોનનાં હવે કુલ ત્રણ કેસ થયા છે.
ગુજરાતમં 4 ડિસેમ્બરના રોજ ઓમીક્રોનનો પ્રથમ કેસ મળ્યો હતો. જામનગરમાં કોરોનાના આ ઝડપથી ફેલાનાર નવા વેરિએન્ટના કેસ સામે આવ્યા હતા. દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા એક વ્યક્તિમાં ઓમિક્રોનના વેરિએન્ટની પુષ્ટિ થઇ ગઇ છે. સૌથી પહેલાં કર્ણાટકમાં ઓમીક્રોનના બે કેસ મળ્યા છે. કર્ણાટક બાદ ગુજરાતમાં ઓમીક્રોનના કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતના જામનગરમાં ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળી આવેલા વડીલ આફ્રીકાના જિમ્બાબ્વેના રહેવાસી છે. આરટી પીસીઆર રિપોર્ટમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેમના સેમ્પ્લ પૂણેના ઇન્ડીયન ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ગુજરતના સ્વાસ્થ્ય વિભાગે ગત શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી . ટેસ્ટ રિપોર્ટ આવી ગયા છે. ટેસ્ટના રિપોર્ટમાં તેમને કોવિડ 19ના વેરિએન્ટ ઓમીક્રોનથી સંક્રમિત થયા હોવની પુષ્ટિ થઇ છે.
ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 28 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,389 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે.
હાલ રાજ્યમાં કુલ 459 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 451 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
ગુજરાતમાં આજના નવા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 09, વડોદરા 6, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.