વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખ્યો
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જર્જરીત થયેલા બિલ્ડીંગને લઈને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા બિલ્ડીંગના પીલરોને નબળાં કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકાએ બિલ્ડીંગ ઉતારી પાડ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી. બિલ્ડીંગ નજીકના રોજનો વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખવામાં આવ્યો હતો.
ફોક્લેન મશીનની મદદથી કામગીરી કરાઈ
મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, આ ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. એક પણ કાંકરી પણ ન ઉડે તે રીતે આ ફાયર સ્ટેશનને બેસાડી દેવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે, બિલ્ડીંગને ધરાશાયી કરાયું ત્યારે માત્ર એક તરફનો જ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફનો વાહનવ્યવહાર પણ ચાલું જ રહ્યો હતો.