નીતિનભાઈ પટેલ અને નારણ કાછડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં કોલ્ડવોર ચર્ચામા

મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (18:42 IST)
નવી સરકાર બનતા પહેલાથી અને બન્યા પછી નીતિનભાઈ પટેલ ચર્ચામાં છે. સરકાર બનતા પહેલા જે નીતિનભાઈનુ નામ ભાવિ સીએમ તરીકે હોટ ફેવરિટ હતુ અને 90 ટકા લોકોને લાગતુ હતુ કે હવે તો નીતિનભાઈ જ બનશે સીએમ. એવા નીતિનભાઈને નવી સરકારમાં કોઈ સ્થાન પણ મળ્યુ નથી. જો કે સૂત્રોનુ માનીએ તો નીતિનભાઈએ પોતે જ નવી સરકારમાં મંત્રી બનવાની ના પાડી દીધી હતી.  હવે સરકાર બન્યા પછી બે દિવસથી નીતિન પટેલનુ જ્યા રામાયણ હોય ત્યા વિભીષણ-મંથરા તો રહેવાના. આ કમેંટ પર અનેક કમેંટ અને વળતા જવાબ આવી રહ્યા છે. 
 
સરકારના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે બળાપો કાઢ્યો . એક તબીબની બદલી માટે નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે તુંતું - મેંમેં થઈ હતી ભાજપના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને " નકામા " કહીને સૌને ચોંકાવી દીધા છે . નીતિન પટેલની ફેસબુક પોસ્ટમાં અમરેલીના " સાંસદ નારણ કાછડિયા " એ કૉમેન્ટ કરતાં કહ્યું હતું કે ગાંધીનગર આવીએ ત્યારે સામે પણ જોતા નહિ, કામની તો પછી વાત રહી, અત્યારે ખબર પડી . ખુલ્લેઆમ વિરોધી સૂર વ્યકત કર્યો ભાજપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓને બદલી નાખ્યા છે, એવા સંજોગોમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પક્ષમાં વિભીષણ અને મંથરા એવાં નિવેદન જારી કર્યા હતા . એનો સોશિયલ મીડિયામાં જવાબ આપતાં નારણ કાછડિયાએ નીતિનભાઇને જવાબ આપ્યો હતો કે  ગાંધીનગર અમે આવતા તો સામે પણ જોતા ન હતા, હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરાની વાતો કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર