વડોદરા : ખુલી જીપમાં મોદીનો રોડ શો, આજે ભરશે ઉમેદવારી પત્ર

બુધવાર, 9 એપ્રિલ 2014 (10:57 IST)
W.D

બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી માટે વડોદરા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવા નીકળી ચૂક્યા છે. હાલ તેઓ સુરક્ષા અને સમર્થકોની ભીડ વચ્ચે ખુલી જીપમાં સવાર થઈને રોડ શો કરી રહ્યા છે. તેમનો રોડ શો બે કિલોમીટર લાંબો બતાવાય રહ્યો છે. મોદી ઉમેદવારી પત્ર ભરવા લગભગ 11 વાગ્યે કલેક્ટર ઓફિસ પહોંચશે.

મોદીના ઉમેદવારી પત્ર ભરવાને લઈને આખા શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે મોદીના ઉમેદવારી પત્ર ભરવાને લઈને જ્યા એકબાજુ બીજેપીના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે તો બીજી બાજુ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુહના લોકો પણ મોદીને સમર્થન આપવા વડોદરા પહોંચી ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે મોદીની સુરક્ષા માટે 1100 સૈનિકો ગોઠવાયા છે.

વેબદુનિયા પર વાંચો