શિવભક્તો માટે તેમના આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ હોય છે. મહાશિવરાત્રિ પર શિવ સાધના કરવાથી જીવનની પરેશાની અને ગ્રહથી સંબંધિત દોષોનો નિવારણ હોય છે. મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત ઘણી વસ્તુઓ તેને અર્પિત કરે છે. તેથી ઘણી વાર જાણી-અજાણીમાં ભકત એવી વસ્તુઓ ચઢાવવા લાગે છે જે શાસ્ત્રોમાં વર્જિત ગણાય છે.
શિવલિંગ પર ન ચઢાવવું તુલસી
ભગવાન શિવની પૂજામાં તુલસીનો પાનનો પ્રયોગ પણ વર્જિત માનવામાં આવ્યો છે. ભગવાન શિવે દેવી વૃંદાના પતિ જલંધરનો વધ કર્યો હતો. દેવી વૃંદા જ તુલસીના રૂપમાં અવતરુત થઈ હતી. જેને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી જેવુ સ્થાન આપ્યુ છે તેથી શિવજીની પૂજામા તુલસીને વર્જિત માનવામાં આવે છે.
શિવલિંગ પર તલ અર્પિત કરવું વર્જિત
શિવની પૂજામાં તલ ચઢાવવામાં આવતા નથી. તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા એવુ માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને તલ અર્પિત કરવામાં આવે છે. પણ શિવજીની ચઢતા નથી.