દાંતા-અંબાજી રોડ એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ

સોમવાર, 2 ડિસેમ્બર 2019 (13:18 IST)
યાત્રાધામ અંબાજી પાસે અકસ્માત ઝોન ગણાતા ત્રિશૂળીયા ઘાટ પર અકસ્માત રોકવા માટે તંત્ર દોડતું થયું છે અનેત્રિશૂળીયા ઘાટ પર પર્વતને કાપીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેના લીધે અંબાજીને જોડતા દાંતા- અંબાજી રોડને 1 ડિસેમ્બરથી 31 ડિસેમબર સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લીધે હવે અંબાજી જવા માટે ડાર્યવર્ઝન આપવામાં આવ્યું છે.  ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગ પર આવેલ ત્રિશુલીયા ઘાટ પર વારંવાર થતા અકસ્માતો અનેક નિર્દોષ લોકોના મોત નિપજતા હોઈ અકસ્માતના બનાવોને રોકવા માટે ત્રિશૂળીયાઘાટને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અંબાજીથી દાંતાનો માર્ગ ફોરલેન બનાવવામાં આવી રહ્યો છે. જેમાં માર્ગને અડીને આવેલા પર્વતોને કાપવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવનાર હોવાથી  વાહનો અને લોકોની સલામતી માટે દાંતાથી અંબાજી જતા આવાત તમામ વાહનોની અવરજવર માટે 1લી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે.  જેથી હવે  અંબાજી જવા માટે વાહનોને દાંતાથી વસઈ અને હડાદ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે પાલનપુરથી અંબાજી જતા વાહનોને વિરમપુર માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ત્રિશૂળીયા ઘાટનુ કામ પૂર્ણ થતાંની સાથે જ આ માર્ગ પૂર્વવ્રત શરૂ કરી દેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર