આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે રોજબરોજની સમસ્યાઓમાં લવિંગ કેવી રીતે ફાયદો પહોંચાડે છે. સદીઓથી મસાલાના રૂપમાં વરરાતી લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે.
પ્રોટીન અને આયરનથી ભરપૂરથી લવિંગ - તેમા પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાધારણ શરદી તાવથી લઈને બીજી પણ અનેક સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
લવિંગનુ તેલ પેટની તકલીફમાં આરામ આપશે. - પાચન, ગેસ, કાંસ્ટીપેશનની સમસ્યાથી પીડિત લોકો માટે લવિંગ ખૂબ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં કેટલાક ટીપા લવિંગના તેલના નાખીને પીવાથી ખૂબ આરામ મળશે.