અમેરિકાના અપહ્યુત નાગરિકોને છોડાવવાના પ્રયાસ જારી

ભાષા

શનિવાર, 26 એપ્રિલ 2008 (17:23 IST)
કરાકસ. કોલંબિયાઈ વિદ્રોહીઓ દ્વારા અપહરણ કરાયેલા ત્રણ અમેરિકી નાગરિકોને છોડાવવા માટે મેક્સિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેઝ પાસે મદદ માગી છે. મેક્સિકોના નવા ગવર્નર બિલ રિચર્ડસને આ દિશામાં પહેલ કરી છે.

કોલંબીયાની અમેરિકા સમર્થક સરકાર તથા વિદ્રોહીઓ વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત જારી છે. ડેમોક્રેટ ગવર્નરે ગઈકાલે રાત્રે વેનેઝુએલાની રાજધાની કરાકશ પહોંચ્યા બાદ કહ્યુ હતુ કે, તેઓ બંધકોના બદલે કેદ કરાયેલા વિદ્રોહીઓને છોડવા અંગે વાતચીતની સંભાવનાઓ ઉપર વિચાર કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો