અમદાવાદના માધુપુરામાં કરોડોના ક્રિકેટ સટ્ટા મામલે વધુ 3ની ધરપકડ, 22.20 લાખ રૂપિયા જપ્ત

સોમવાર, 15 મે 2023 (18:35 IST)
-અમદાવાદના માધુપુરામાં કરોડોના ક્રિકેટ સટ્ટા
- આરોપીઓ પાસેથી રૂપિયા ગણવાનું મશીન અને એક ડાયરી મળી આવી
-  3ની ધરપકડ, 22.20 લાખ રૂપિયા જપ્ત 
 
અમદાવાદઃ માધુપુરાનાં ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વસ્ત્રાલના એક આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરવાની શરૂ કરી છે. આજે પોલીસે વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારમાંથી વધુ ત્રણ લોકોને પકડ્યા છે તેઓ ક્રિકેટ સટ્ટાના રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા. તેમની પાસેથી નોટો ગણવાનું મશીન અને 22.20 લાખ રૂપિયા રોકડા મળ્યા છે.હવે આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા.
 
સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યાંથી છ ડાયરી મળી 
સ્ટેટ મોનિટરિંગ સેલે રણવીર ઉર્ફે લલ્લુ રાજપુત , ચેતન સોનાર અને પ્રવીણ ઉર્ફે ટીનોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેઓની પાસેથી 22.20 લાખ રોકડા અને નોટો ગણવાનું મશીન મળી આવ્યું હતું. માધુપુરા કેસ થયા બાદ બજારમાંથી ઉઘરાણીનું કામ બાકી હતું, જે આરોપીઓ કરી રહ્યા હતા પરંતુ, સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપીઓને પકડીને મોટા રેકેટનો પડદાફાશ કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યાંથી છ ડાયરી મળી આવી છે. આ ડાયરીની અંદર અનેક હિસાબો છે, જે માધુપુરા કૌભાંડના મૂળ સુધી પહોંચશે. તમામ વિગતો આ ડાયરીમાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર