દુનિયાના પ્રથમ મિશન અપોલો 11ને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 20 જુલાઈ 1969ને અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચાંદ પર પગલા રાખનાર દુનિયાના પ્રથમ માણસ બન્યા હતા. આ મિશનને માનવ ઈતિહાસની સૌથી લાંબી છલાંગ ગણાય છે. નીલ પછી ચાંદ પર પગલા રાખનાર દુનિયાના બીજા માણસ બજ એલ્ડ્રિન હતા. ગુરૂવારે આ ખાસ પળને સિએલટ મ્યૂજિયમમાં રિક્રિએટ કરાયું.
કરોડોએ જોયું લાઈવ
આ ખાસ અને પ્રથમ અંતરિક્ષ મિશનથે ચાર લાખ લોકો સંકળાયેલા હતા અને તેને 53 કરોડ લોકોએ લાઈવ જોયું હતું. નાસાએ આ વાતનો અનુમાન લગાવ્યું છે કે મિશનથી ચાર લાખ લોકો સંકળાયેલા હતા જેમાં અંતરિક્ષ યાત્રીઓ સિવાય, મિશન કંટ્રોલર, કેટરર, ઈંજીનીયર, ઠેકેદારથી લઈને વૈજ્ઞાનિક, નર્સ, ડાક્ટર અને ગણિતજ્ઞ શામેલ હતા. મિશનને લાઈને જોનાર લોકોની તે સંખ્યા તે સમયેની સરેરાશ 15 ટકા જનસંખ્યા હતી.