બ્રાહ્મણવાદી ગ્રંથોને ફેંકવાની વાત કરતી હતી
સાવિત્રીબાઈ ફુલેના પતિ જ્યોતિરાવ ફુલેનું અવસાન 1890માં થયું, ત્યારે સાવિત્રીબાઈએ તેમના અધૂરા કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું. ત્યારબાદ પછી 10 માર્ચ, 1897 ના રોજ પ્લેગના દર્દીઓની દેખરેખ કરવા દરમિયાન સાવિત્રીબાઈનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકારો માટે સંઘર્ષમાં પસાર થયું હતું. તેમની એક ખૂબ જ પ્રખ્યાત કવિતા છે જેમાં તે દરેકને વાંચવા અને લખવા માટે પ્રેરિત કરીને જાતિ તોડવાની અને બ્રાહ્મણવાદી ગ્રંથો ફેંકી દેવાની વાત કરે છે.