modi cabinet image source twitter
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે. તેમજ 72 મંત્રીઓના નામને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન અલગ-અલગ મંત્રાલયોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે. નિતન ગડકરીને ફરી એકવાર રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. તેમના ત્રીજા કાર્યકાળમાં વડા પ્રધાન માટે 30 કેબિનેટ પ્રધાનો, 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે. 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
કેબિનેટ બેઠકમાં કયા નેતાઓએ હાજરી આપી?
મોદી 3.0 ના પ્રથમ કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, લાલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિન ગડકરીનો સમાવેશ થાય છે.